દિકરી – Daughter

દિકરી
દિકરી વ્હાલ નો દરિયો-
ક્યારે ઉચી લાગે ક્યારેક ઠીંગણી લાગે
તોયે દિકરી મને મારા હૈયા કેરી ઢીંગલી લાગે
દિકરી છે એટલી તો ચંચળ ને ભોટ
આંગણે ટહુકા કરે એવા સરસ હોઠ
એને જુવાન થતા સોળ વરસ લાગે
તોયે દિકરી મને સરસ સરસ લાગે
ચણીયા ચોળીમા ગો્વાલણ રાધા લાગે
ગુ્જરાતી પહેર વેશ મા અનુ રાધા લાગે
ફેર ફુદર્ડી ફરતા ફરતા પમ્મર ગરિયો લાગે
દિકરી મારી મને વ્હાલ નો દ રિ યો લાગે
ક્યારેક વાત વાતે આડુ પડે…
મને દિકરી વ્હાલ નો દરિયો લાગે..